આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય, તો $ P (A$ અથવા $B)$ શોધો.
જો ઘટનાઓ $A$ અને $B$ માટે $\mathrm{P}(\mathrm{A})=\frac{1}{4}, \mathrm{P}(\mathrm{B})=\frac{1}{2}$ અને $\mathrm{P}(\mathrm{A} \cap \mathrm{B})=\frac{1}{8}$ હોય, તો $P(A -$ નહિ અને $B-$ નહિ) શોધો.
ભારતએ વેસ્ટઇંડીઝ અને ઓસ્ટ્રેલીયા દરેક સાથે બે મેચ રમે છે.જો ભારતને મેચમાં $0,1$ અને $2$ પોઇન્ટ મળે તેની સંભાવના $0.45,0.05$ અને $0.50$ છે.દરેક મેચના નિર્ણય સ્વંતત્ર હોય,તો ભારતને ઓછામાં ઓછા $7$ પેાઇન્ટ મળે તેની સંભાવના મેળવો.
ધારો કે બે ઘટના $A$ અને $B$ આપેલ છે કે જેથી બે માંથી માત્ર એક્જ બને તેની સંભાવના $\frac{2}{5}$ હોય અને $A$ અથવા $B$ ઉદભવે તેની સંભાવના $\frac{1}{2}$ હોય તો બંને એક સાથે ઉદભવે તેની સંભાવના મેળવો.
એક થેલામાં $4$ લાલ અને $ 4$ વાદળી દડા છે. ચાર દડા એક પછી એક થેલામાંથી લેવામાં આવે છે. તો પસંદ થયેલા દડા ક્રમિક રીતે ભિન્ન રંગના હોવાની સંભાવના શોધો.