$m$ દળના લોલકને $l$ લંબાઇની દોરી વડે બાંધીને લટકાવતા તે $T$ આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકને લોલક કરતાં $\frac{1}{4}$ ગણી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીને દોરીની લંબાઈ મૂળ લંબાઈ કરતાં $1 / 3$ ગણી વધારવામાં આવે તો, સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો થાય?
${T}$
$\frac{3}{2} {T}$
$\frac{3}{4} {T}$
$\frac{4}{3} {T}$
બે સમાન દોલકો વિચારો કે જે સમાન કંપવિસ્તારથી સ્વતંત્ર એવી રીતે દોલનો કરતાં હોય કે જ્યારે તેમાનું એક દોલક જમણી બાજુએ શિરોલંબ દિશામાં અંત્યસ્થાને $2^o$ નો કોણ બનાવે અને બીજું દોલક તેનાં અંત્યબિંદુ હોય ત્યારે ડાબી બાજુએ શિરોલંબ સાથે $1^o$ નો કોણ બનાવે, તો તે બંને દોલકો વચ્ચેનો કળાતફાવત કેટલો ?
લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ $3\, {m} / {s}$ છે. લોલકની લંબાઈ $50 \,{cm}$ છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ ($m/s$ માં) કેટલો હશે?
$\left(g=10 \,{m} / {s}^{2}\right)$
બે સાદા લોલકની આવૃત્તિનો ગુણોત્તર $7 : 8$ હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
સરળ આવર્ત ગતિ કરતાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલકની લંબાઇમાં $21\%$ નો વધારો કરવામાં આવે તો વધારેલી લંબાઈના લોલકનાં આવર્તકાળમાં કેટલો વધારો ($\%$) થાય?
સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ $g$ શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ $g$ નું $m/s^2$ ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?