${M}$ દળ ધરાવતો પદાર્થ ${V}_{0}$ વેગથી સ્થિર રહેલા $m$ દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી બંને પદાર્થ શરૂઆતની દિશા સાથે $\theta_{1}$ અને $\theta_{2}$ ખૂણે ગતિ કરે છે. $\theta_{1}$ અને $\theta_{2}$ સમાન કરવા માટે ${M} / {m}$ ના ગુણોત્તરનું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે?
$4$
$1$
$3$
$2$
$0.012\;kg$ દળની એક બુલિટ (ગોળી) $70\; m s ^{-1}$ ની સમક્ષિતિજ ઝડપથી $0.4\; kg$ દળના લાકડાના બ્લોકને અથડાય છે અને તરત જ બ્લૉકની સાપેક્ષે સ્થિર થઈ જાય છે. આ બ્લોકને ઉપરની છત સાથે પાતળા તાર વડે લટકાવ્યો છે. બ્લૉક કેટલી ઊંચાઈ સુધી જશે તે ગણો. આ ઉપરાંત, બ્લૉકમાં કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ જશે તે ગણો.
$M$ દળ એ $m$ દળ કરતાં ઘણો વધારે છે. $M$ દળનો ભારે પદાર્થ $v$ વેગથી સ્થિર $m$ દળના હલકા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તો અથડામણ પછી હલકા પદાર્થનો વેગ કેટલો થશે?
કઈ ભૌતિક શશિનું સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણમાં સંરક્ષણ થાય છે ?
જ્યારે બે કણો અથડાય છે ત્યારે સામાન્ય રીતે શું સાચું હશે?
એક દડો જમીન પર અથડાઇને અસ્થિતિસ્થાપક સંઘાત બાદ ઉછળે છે. આ કિસ્સામાં.....