$h$ ઊંચાઈ અને $R$ બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને $\vec E$ વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • [JEE MAIN 2014]
  • A

    $\frac{1}{2}\,EhR$

  • B

    $E h R$

  • C

    $2\, E h R$

  • D

    $4\, E h R$

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે એકને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

કથન $A$: $30 \times 10^{-5}\,Cm$ દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય.

કરણ $R$: વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]

આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }$ વડે આપવામાં આવે છે. $(y-z$ સમતલને સમાંતર) $0.2 \,m^ 2$ ક્ષેત્રફળ ધરાવતી અને $(x-y$ સમતલને સમાંતર) $0.3 \,m^2$ ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર $a:b$ છે, જ્યાં $a=...........$ છે.

[ અત્રે $\hat{i}, \hat{j}$ અને $\hat{k}$ એ અનુક્રમે $x, y$ અને $z-$ અક્ષોની દિશામાં એકમ સદિશ છે.]

  • [JEE MAIN 2021]

$L$ બાજુવાળા સમઘન $(A\,B\,C\,D\,E\,F\,G\,H)$ ના કેન્દ્ર પર $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કેન્દ્ર $O$ થી $L$ અંતરે $q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. $BGFC$ માંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું હશે?

  • [AIEEE 2002]

નીચે બે વિધાન આપવામાં આવ્યા છે :

વિધાન $I :$ એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી.

વિધાન $II :$ ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા $'R'$ અને તેના પર રહેલો કુલ વિજભાર $Q$ છે.$r ( < R)$ ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ $‘r'$ ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી.

ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [JEE MAIN 2021]

વિદ્યુતક્ષેત્રને $\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }$ સમીકરણ વડે રજૂ કરેલ છે. $20\,cm$ ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ $................V\,cm$ થશે.

  • [JEE MAIN 2023]