ન્યુક્લિયર દ્રવ્ય $A$ નું રૂપાંતર ન્યુક્લિયર દ્રવ્ય $B$ માં થાય છે અને ન્યુક્લિયર દ્રવ્ય $B$ નું રૂપાંતર સ્થાયી ન્યુક્લિયસ $C$ માં થાય છે. તો $B$ ના ન્યુક્લિયસનો સમય સાથેના ફેરફારનો આલેખ કેવો થાય?(${t}=0$ સમયે ${B}$ ના ન્યુક્લિયસ નથી તેમ ધારો)
રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા $N$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ દોરો અને તેના લક્ષણો જણાવો.
$A$ અને $B$ બે રેડિયો-ઍક્ટિવ તત્વો છે. તેમના અર્ધઆયુ અનુક્રમે $1$ અને $2\, year$ છે. પ્રારંભમાં $A\, 10\, g$ અને $B\, 1 \,g$ લેવામાં આવે છે, તો કેટલા ......... વર્ષ બાદ તેમનો સરખો જથ્થો બાકી રહેશે ?
રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા .......... વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ નો અર્ધ આયુષ્ય સમય $10\, minutes$ અને $20\, minutes$ છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો $60$ $minutes$ પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?