નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :
$(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.
$(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.
$(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.
$(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :
ફક્ત $(A)$ અને $(B)$
ફક્ત $(B)$ અને $(D)$
ફક્ત $(B)$ અને $(C)$
ફક્ત $(C)$ અને $(D)$
આપેલ ક્ષણે, $t= 0$, બે રેડિયોએક્ટિવ દ્રવ્યો $A$ અને $B$ ની એકિટવિટી સમાન છે. $t$ સમય બાદ તેમની એક્ટિવિટીઓનો ગુણોત્તર $\frac{R_B}{R_A}$ સમય $t$ સાથે $e^{-3t}$ વડે ક્ષય પામે છે. જો $A$ નો અર્ધઆયુષ્યકાળ $In2$ છે, તો $B$ નો અર્ધઆયુષ્યકાળ ________ હશે.
નમૂનાની $T_1$ સમયે રેડિયો એક્ટિવીટી $R_1 $ અને $T_2$ સમયે એક્ટિવીટી $R_2$ છે. નમૂનાનું સરેરાશ આયુષ્ય $ T$ છે. ($T_2 - T_1$) સમયમાં વિભંજન થતાં ન્યુક્લિયસની સંખ્યા .....છે.
રેડિયોએકિટવ તત્ત્વ $A$ અને $B$ નો અર્ધઆયુ $1$ અને $2$ વર્ષ છે. શરૂઆતમાં $10\, gm$ અને $1\,gm$ લેવામાં આવે છે,તો કેટલા ............ વર્ષ પછી બંનેના દળ સમાન થાય?
રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર $240\,min^{-1}$ છે, $1$ કલાક પછી વિભંજન દર $30$ વિભંજન$/$મિનિટ છે, તો અર્ધઆયુ સમય કેટલા...........મિનિટ હશે?
${}^{66}Cu$ નું રૂપાંતર $Zn$ માં $15\, minutes$ માં $\frac{7}{8}$ નું વિભાજન થાય છે. તો તેનો અર્ધઆયુ ........ મિનિટ