નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે:
વિધાન$-I:$ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
વિધાન$-II:$ રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને $t =0$ સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
બંને વિધાન $-I$ અને વિધાન $-II$ સાચા છે.
બંને વિધાન $-I$ અને વિધાન $-II$ ખોટા છે.
વિધાન $-I$ સાચું પરંતુ વિધાન $-II$ ખોટું છે.
વિધાન $-I$ ખોટું પરંતુ વિધાન $-II$ સાચું છે.
નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?
રેડિયો એક્ટિવ નમૂનાના વિભાજનનો દર ......થી વધારી શકાય છે.
નીચેનામાંથી શું છે જે કુદરતી રેડિયોએક્ટિવ પદાર્થના સ્રાવ વડે નથી થતું?
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.
ડયુટેરોન એ પ્રોટોન અને ન્યૂટ્રોનની બંધિત અવસ્થા છે જેની બંધનઊર્જા $B = 2.2\, MeV$ છે. હવે $E$ ઊર્જાવાળો $\gamma -$ ફોટોન તેના પર એવી રીતે આપાત કરવામાં આવે છે જેથી $p$ અને $n$ બંધિત અવસ્થામાંથી મુક્ત થઈને $\gamma -$ કિરણની દિશામાં ગતિ કરે. જો $E= B$ હોય તો દર્શાવો કે આ શક્ય નથી. આ શક્ય બને તે માટે $E$ નું મૂલ્ય, $B$ કરતાં ઓછામાં ઓછું કેટલું વધારે રાખવું પડશે, તેની ગણતરી કરો.