નીચે બે વિધાનો આપેલા છે
વિધાન $I$ : સમાન રેખીય વેગમાન ધરાવતાં બે ફોટોનને સમાન તરંગલંબાઈઓ છે.
વિધાન $II$ : જે ફોટોનની તરંગલંબાઈ ઘટે તો ફોટોનનું વેગમાન અને ઊર્જા પણ ઘટે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન $I$ ખોટું પણ વિધાન $II$ સાચું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટાં છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
વિધાન $I$ સાચું અને વિધાન $II$ ખોટું છે.
$5000\,\mathop A\limits^o $ ની તરંગલંબાઈ ધરાવતા ફોટોન ની ઊર્જા $2.5\, eV$. છે. $1\,\mathop A\limits^o $ તરંગલંબાઈ ધરાવતા $x-ray$ ના ફોટોનની ઊર્જા.
દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5500 \mathring A$ છે. જ્યારે દ્રવ્ય પર
$A.$ $75\,W$ નો પારરક્ત ગોળાનું
$B.$ $10\,W$ ના પારરક્ત ગોળાનું
$C.$ $75\,W$ ના પારજાંબલી ગોળાનું
$D.$ $10\,W$ ના પારજાંબલી ગોળાનું
એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
એક $10\ kW$ ટ્રાન્સમીટર $500\ m$ તરંગ લંબાઈના રેડિયો તરંગને ઉત્સર્જન કરે છે. તો ટ્રાન્સમીટર વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જતા ફોટોનની સંખ્યા .....ક્રમની છે.
$5\; W$ ના ઉદગમમાંથી $5000\;\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્સર્જાય છે. કોઈ ધાતુની ફોટો-સંવેદી સપાટીથી આ ઉદગમને $0.5\;m$ દૂર રાખતા ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઉદગમને $1\;m$ ના અંતરે ખસેડવામાં આવે, ત્યારે સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?
જો ફોટોનનો વેગ $c$ અને આવૃતિ $\nu$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી થાય?