જો $P(B) = \frac{3}{4}$, $P(A \cap B \cap \bar C) = \frac{1}{3}{\rm{ }}$ અને $P(\bar A \cap B \cap \bar C) = \frac{1}{3},$ તો $P(B \cap C)$ = . . .
$\frac{1}{{12}}$
$\frac{1}{6}$
$\frac{1}{{15}}$
$\frac{1}{9}$
$A $ અને $B$ એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે ઉકેલે તેની સંભાવના અનુક્રમે , $\frac{1}{2}$ અને $\frac{1}{3}$ છે. જો $A$ અને $B$ બંને સ્વતંત્ર રીતે સવાલને ઉકેલવાનો પ્રયત્ન કરે, તો બેમાંથી એકને જ સવાલનો ઉકેલ મળે તેની સંભાવના શોધો
એક શાળાના ધોરણ $XI$ નાં $40 \%$ વિદ્યાર્થી ગણિત ભણે છે અને $30 \%$ જીવવિજ્ઞાન ભણે છે. વર્ગના $10 \%$ વિદ્યાર્થી ગણિત અને જીવવિજ્ઞાન બંને ભણે છે. આ ધોરણનો એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો આ વિદ્યાર્થી ગણિત અથવા જીવવિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના શોધો.
ત્રણ અલગ અલગ ઘટનાઓ બનવાની સંભાવના $p_1 , p_2 , p_3$ છે તો તે પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના કેટલી થાય ?
બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.05$ અને આશિમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.10$ છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના $0.02 $ છે. નીચેની ઘટનાની સંભાવના શોધો : બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહિ થાય.
જો $A, B, C$ એ કોઈ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે $P ( A \cup B \cup C ) $ $= P ( A )+ P ( B )+ P ( C )- $ $P ( A \cap B )- P ( A \cap C ) $ $- P ( B \cap C )+ $ $P ( A \cap B \cap C )$