જો ઉપવલયની નાભીલંબના એક અંત્યબિંદુમાંથી પસાર થતો અભિલંબએ અનુબધ્ધ અક્ષની પરથી પસાર થતી હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા $e$ માટે નીચેનામાંથી શું સાચું છે?
$e ^{2}+2 e -1=0$
$e ^{2}+ e -1=0$
$e ^{4}+2 e ^{2}-1=0$
$e ^{4}+ e ^{2}-1=0$
એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એવી રીતે દોડે છે કે જેથી બે ધજાના દંડાના અંતરનો સરવાળો અચળ $10$ મી રહે છે. જો બંને ધજાના દંડા વચ્ચેનું અંતર $8$ મી હોય, તો માણસના ગતિમાર્ગનું સમીકરણ શોધો.
આપેલ ઉપવલય માટે નાભિના યામ, શિરોબિંદુઓ તથા પ્રધાન અક્ષ તથા ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધોઃ
$4 x ^{2}+9 y ^{2}=36$
જો $P (x, y), F_1 = (3, 0), F_2 (-3, 0) $ અને $16x^{2} + 25y^{2} = 400$ તો $PF_1 + PF_2 = …....$
બિંદુ $P$ એવી રીતે ખસે છે કે જેથી $(ae, 0)$ અને $(-ae, 0)$ બિંદુથી તેના અંતરનો સરવાળો હંમેશા $2a$ રહે છે. તો $P$ નો બિંદુપથ શોધો.(જ્યાં $0 < e < 1$).
બિંદુ $(3, -2)$ આગળ ઉપવલય $4x^2 + 9y^2 = 36$ ના સ્પર્શકનું સમીકરણ શોધો.