બે ધાતુઓ $A$ અને $B$ ને $350\,nm$ ના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે. ધાતુઓ $A$ અને $B$ નાં કાર્યવિધેયો અનુક્રમે $4.8\,eV$ અને $2.2\,eV$ હોય તો સાચો વિકલ્પ પસંદ કરો.
ધાતુ $B$ ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જીત નહિ કરે.
બંને ધાતુઓ $A$ અને $B$ ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે.
બંને ધાતુઓ $A$ અને $B$ ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન નહિ કરે.
ધાતુ $A$ ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જીત નહિ કરે.
ફોટો ઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટો સંવેદી સપાટીની થ્રેસોડ આવૃત્તિ કરતાં $1.5$ ગણી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે હવે જો આવૃત્તિને અડધી અને તીવ્રતા બમણી કરી દેવામાં આવે તો ઉત્સર્જાતાં ફોટો ઇલેકટ્રોનની સંખ્યા .....
પારજાંબલી $(\lambda \approx 400\ nm)$, દ્રશ્યમાન $(\lambda \sim 550\ nm)$ અને ઈન્ફ્રારેડ $(\lambda \sim700\ nm)$ પ્રકાશના ઉદ્દગમોમાં પ્રત્યેકનું રેટિંગ $100\ W$હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા સૌથી વધારે .........માટે હોય છે.
વિધાન $1$ : જ્યારે પારજાંબલી પ્રકાશ ફોટો સેલ પર આપાત થાય ત્યારે તેનો સ્ટોપિંગ સ્થિતિમાન $V_0$ છે. ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા $K_{max}$ છે. જ્યારે પારજાંબલી પ્રકાશને બદલે $X$ - કિરણો આપાત કરીએ તો $V_0$ અને $K_{max}$ બંન્ને વધે છે.વિધાન $2$ : ફોટો ઈલેક્ટ્રોન્સ $0$ થી મહત્તમ મૂલ્ય સુધી ની ઝડપથી રેન્જ સાથે ઉત્સર્જિત થાય છે. કારણ કે આપાત પ્રકાશમાં આવૃત્તિની રેન્જ હાજર હોય છે.
જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે.
$A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.
$B$. ફોટોનનો વેગ $c$ છે.
$C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.
$D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.
$E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.
$(a)$ શૂન્યાવકાશિત નળીમાં તપાવેલા ઉત્સર્જક પરથી ઉત્સર્જાયેલા અને ઉત્સર્જકની સાપેક્ષે $500\, V$ સ્થિતિમાનના તફાવતે રહેલા કલેક્ટર પર આપાત થતા ઈલેક્ટ્રોનની ઝડપ શોધો. ઈલેક્ટ્રૉનની પ્રારંભિક અલ્પ ઝડપ અવગણો. ઈલેક્ટ્રૉનનો વિશિષ્ટ વિદ્યુતભાર એટલે કે તેના $e/m$ નું મૂલ્ય $1.76 \times 10^{11}\,C\,kg^{-1}$ આપેલ છે.
$(b)$ $(a)$ માં તમે ઉપયોગ કરેલા સમીકરણ પરથી $10\, MV$ જેટલા કલેક્ટર સ્થિતિમાન માટે ઈલેક્ટ્રૉનની ઝડપ શોધો. તમને શું ખોટું જણાય છે ? આ સૂત્રમાં કયો સુધારો કરવો જોઈએ?