$ y = a\cos (\omega t - kx) $ સૂત્રમાં $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?
$ [{M^0}{L^{ - 1}}{T^{ - 1}}] $
$ [{M^0}L{T^{ - 1}}] $
$ [{M^0}{L^{ - 1}}{T^0}] $
$ [{M^0}LT] $
વાન્-ડર-વાલ્સ સમીકરણ $\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT$ માં, $P$ એ દબાણ, $V$ એ કદ, $R$ એ વાયુના સાર્વત્રિક અચળાંક અને $T$ એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર $\frac{a}{b}$ એ પારિમાણિક રીતે ............. ને સમાન છે.
પરિમાણની સમાનતાનો નિયમ લખો.
એક વિદ્યાર્થી ભૌતિકવિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણનાં ચલિતદળ $(moving\, mass)$ $m$ અને સ્થિર દળ $(rest \,mass)$ $m_{0}$ તથા કણનો વેગ $v$ અને પ્રકાશની ઝડપ $c$ વચ્ચેનો (આ સંબંધ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતનાં પરિણામ સ્વરૂપે મળેલ હતો.) સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે. પરંતુ અચળાંક $c$ ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે $m=\frac{m_{0}}{\left(1-v^{2}\right)^{1 / 2}}$ લખે છે. અનુમાન કરો કે $c$ ને ક્યાં મૂકવો જોઈએ ?
તરંગ સમીકરણ ${\rm{Y = A \,sin}}\,\omega {\rm{ }}\left( {\frac{x}{v}\,\, - \,\,k} \right)$ દ્વારા આપી શકાય જ્યાં $\omega$ એ કોણીય વેગ અને $v$ એ રેખીય વેગ છે $k$ નું પરિમાણ શું હશે ?