પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના યામ $x = 36t \;m $ અને $2y = 96 t -9.8 t^2 m$ તો પ્રક્ષિપ્તકોણ કેટલો થાય?
${\sin ^{ - 1}}\left( {\frac{4}{5}} \right)$
${\sin ^{ - 1}}\left( {\frac{3}{5}} \right)$
${\sin ^{ - 1}}\left( {\frac{4}{3}} \right)$
${\sin ^{ - 1}}\left( {\frac{3}{4}} \right)$
પદાર્થને સમક્ષીતિજ સાથે $30^o$ ના ખૂણે $30\, m/s$ ના વેગથી ફેકવામાં આવે તો $1\, sec$ પછી તેનો વેગ કેટલો થાય?
બે દડાને આકૃતિ મુજબ ફેંકતા સમાન સમયમાં જમીન પર આવે છે.તો તેણે પ્રાપ્ત કરેલી ઊંચાઇનો ગુણોત્તર કેટલો થાય?
એક ગનમાંથી $v_0$ જેટલી મહત્તમ ઝડપથી ગોળી છોડી શકે છે અને મહત્તમ સમક્ષિતિજ અવધિ $R_{max} = \frac {v_0^2}{g}$ મેળવી શકાય છે. જો લક્ષ્ય એ $R_{max}$ થી $\Delta x$ જેટલું દૂર હોય તો દર્શાવો કે ગનને ઓછામાં ઓછા $h = \Delta x\,\left[ {1 + \frac{{\Delta x}}{R}} \right]$ જેટલી ઊંચાઈએથી આ જ લક્ષ્યને આ જ ગન વડે ગોળી ફાયર કરવાથી વીંધી શકાય.
બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજને સાપેક્ષે $30^{\circ}$ અને $45^{\circ}$ ના કોણે ફેંકવામાં આવે છે તો તેઓ સમાન સમયમાં મહત્તમ ઉંંચાઈ પ્રાપ્ત કરે છે. તેમની પ્રારંભિક વેગોનો ગુણોત્તર કેટલો હશે ?
એક વસ્તુને $u$ જેટલી પ્રારંભિક વેગ અને $\theta$ કોણે હવામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત ગતિ એવી મળે છે કે જેથી સમક્ષિતિજ અવધિ $R$ મહતમ મળે છે. બીજા પદાર્થને હવામાં પ્રક્ષિપ્ત એવી રીતે કરવામાં આવે છે કે તેની સમક્ષિતિજ અવધિ પ્રારંભિક અવધિ કરતા અડધી મળે.બંને કિસ્સામાં પ્રારંભિક વેગ સમાન છે બીજો પદાર્થ માટે પ્રક્ષિપ્ત કોણ $.............$ ડીગ્રી હશે.