સ્પ્રિંગ સાથે લટકાવેલ દળનો આવર્તકાળ $T$ છે. જો સ્પ્રિંગને ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે અને તે સમાન દળને એક ભાગ સાથે લટકાવવામાં આવે, તો નવો આવર્તકાળ કેટલો થાય?
$T $
$ \frac{T}{2} $
$2 T$
$ \frac{T}{4} $
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $k$ સ્પ્રિંગ-અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગો $m$ દ્રવ્યમાન ના બ્લૉક સાથે અને સ્થિર આધાર સાથે જોડાયેલ છે. બતાવો કે જ્યારે આ દ્રવ્યમાન તેની સંતુલન સ્થિતિથી કોઈ પણ બાજુ સ્થાનાંતરિત (વિસ્થાપિત) થાય, ત્યારે તે એક સરળ આવર્તગતિ કરે છે. આ દોલનોનો આવર્તકાળ શોધો.
$L$ લંબાઇ , $A$ આડછેદ અને $Y$ યંગ મોડયુલસ ધરાવતા તારને લટકાવીને નીચે $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ ને જોડવામાં આવે છે.સ્પ્રિંગ સાથે $m$ દળ લટકાવીને દોલનો કરાવતાં આવર્તકાળ કેટલો થાય?
$5\, {kg}$ દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. $4\, {m}$ લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (${m} / {s}^{2}$ માં) કેટલું હશે?
સ્પ્રિંગ અચળાંકો $k _{1}$ અને $k _{2}$ ધરાવતી બે સ્પ્રિંગો એક દળ $m$ સાથે જોડી છે. આ દળનાં દોલનોની આવૃતિ $f$ છે. જો $k _{1}$ અને $k _{2}$ નાં મૂલ્યો ચાર ગણા કરવામાં આવે, તો દોલનોની આવૃત્તિ કેટલી થશે?
એક સરખા સ્પ્રિંગ અચળાંક $k$ ધરાવતી ત્રણ સ્પ્રિંગ સાથે $m$ જેટલું દળ આકૃતિ મુજબ લટકાવેલ છે. જો દળને થોડુંક નીચે તરફ ખેંચીને છોડી દેવામાં આવે તો થતા દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?