જમીન પરથી પ્રક્ષિપ્ત કરેલા પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ $y=x-\frac{x^2}{20}$ વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં મપાય છે. પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહતમ ઉંચાઈ ........ $m$ હશે.

  • [JEE MAIN 2023]
  • A

    $5$

  • B

    $10 \sqrt{2}$

  • C

    $200$

  • D

    $10$

Similar Questions

એક કણ $\vec v = K(y\hat i + x\hat j)$ વેગથી ગતિ કરે છે. જ્યાં $K$ એક અચળાંક છે. તેનાં પથનું સામાન્ય સમીકરણ ........ થાય.

  • [JEE MAIN 2019]

$t=0$ સમયે ઉગમબિંદુથી એક કણ $x-y$ સમતલમાં $5 \hat{ j }\, ms ^{-1}$ શરૂઆતના વેગથી $(10 \hat{ i }+4 \hat{ j })\, ms ^{-2}$ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કોઈ $t$ સમયે કણના યામ $\left(20\, m , y _{0}\, m \right) $ હોય તો $t$ અને $y _{0}$ નું મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

  • [JEE MAIN 2020]

કોઈ એક નિર્દેશફ્રેમની સાપેક્ષમાં ગતિ કરતાં બે કણોના સાપેક્ષ વેગનાં સૂત્રો લખો અને તેનું વ્યાપક સમીકરણ લખો. 

એક મચ્છર $\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s$ ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. $2 \,s$ ના અંતે મચ્છરની દિશા કઈ હશે ?

  • [JEE MAIN 2021]

સુરેખ પથ પર ઉત્તર દિશામાં $50\; km / hour$ ની અચળ ઝડપે જતી બસ ડાબી બાજુ $90^{\circ}$ એ વળાંક લે છે. વળાંક બાદ પણ જો તેની ઝડપ બદલાતી ના હોય, તો વળાંક દરમિયાનની પ્રક્રિયામાં બસના વેગમાં થતો વધારો .....

  • [AIPMT 1989]