જે દર સેકન્ડ ટીક કરે છે તેવા સાદા લોલકની લંબાઈ કેટલી થશે ?
સમીકરણ પરથી સાદા લોલકનો આવર્તકાળ નીચે પ્રમાણે આપવામાં આવે છે :
$T=2 \pi \sqrt{\frac{L}{g}}$
આ સંબંધ પરથી આપણને મળશે.
$L=\frac{g T^{2}}{4 \pi^{2}}$
જે દર સેકન્ડ ટીક કરે તેવા સાદા લોલકનો આવર્તકાળ $2 \,s$ છે. આમ, $g=9.8 \,m s ^{-2}$ અને $T=2 \,s$ માટે,
$L=\frac{9.8\left( m s ^{-2}\right) \times 4\left( s ^{2}\right)}{4 \pi^{2}}$
$=1\, m$
એક રોકેટમાં સેકન્ડ લોલક રાખેલું છે. તેના દોલનોનો આવર્તકાળ ઘટે જ્યારે રોકેટ .......
જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ $2\, s$ હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશે
કૃત્રિમ ઉપગ્રહમાં સાદા લોલકવાળા ઘડિયાળનો ઉપયોગ કરી શકાય ? શા માટે ?
સાદા લોલકનો આવર્તકાળ $T_1$ છે. તેના આઘારબિંદુ ને ઉપરની દિશામાં સ્થાનાંતર $y =kt^2 (k=1 m/s^2)$ મુજબ ગતિ કરાવવામાં આવે છે. હવે તેના આવર્તકાળ $T_2$ થાય છે. તો $ \frac{{T_1^2}}{{T_2^2}} $ = _____
સાદા લોલકની દોરીમાં મહત્તમ તણાવ કયા સ્થાને લાગે ?