નીચે પૈકી કયું પારિમાણિકની દ્રષ્ટિએ સાચું છે?
દબાણ = એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા
દબાણ = એકમ કદ દીઠ ઉર્જા
દબાણ = એકમ કદ દીઠ બળ
દબાણ = એકમ કદ અને એકમ સમય દીઠ વેગમાન
પરમિટિવિટી ${\varepsilon _0}$ નું પરિમાણ શું થાય?
$M,L,T$ અને $C$ (કુલંબ) ના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું થાય?
ટોર્ક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રમાં કઈ મૂળભૂત રાશિની ઘાત સમાન હોય છે?
મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતાં એક પુસ્તકમાં આવર્તગતિ કરતાં એક કણના સ્થાનાંતરનાં ચાર જુદાં જુદાં સૂત્રો આપેલ છે :
$(a)\;y=a \sin \left(\frac{2 \pi t}{T}\right)$
$(b)\;y=a \sin v t$
$(c)\;y=\left(\frac{a}{T}\right) \sin \frac{t}{a}$
$(d)\;y=(a \sqrt{2})\left(\sin \frac{2 \pi t}{T}+\cos \frac{2 \pi t}{T}\right)$
( $a =$ કણનું મહત્તમ સ્થાનાંતર, $v =$ કણની ઝડપ, $T =$ આવર્તકાળ ) પરિમાણને આધારે ખોટાં સૂત્રોને નાબૂદ કરો.
${e^2}/4\pi {\varepsilon _0}hc$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જ્યાં $e,\,{\varepsilon _0},\,h$ અને $c$ અનુક્રમે વિદ્યુતભાર, પરમિટિવિટી, પ્લાન્ક નો અચળાંક અને પ્રકાશનો વેગ છે.