સ્નિગ્ધ પ્રવાહીમાં પદાર્થ જ્યારે શિરોલંબ રીતે પડતો હોય ત્યારે તેના પર બળ $F = -kv$ ($k$ અચળાંક છે) લાગે તો તેના માટે વેગ $v$ અને પ્રવેગ $a$ માટેનો સાચો ગ્રાફ નીચેનામાથી કયો થશે?
બે નાના સમાન દળના અને $\rho_{1}$ અને $\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)$ ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે $1\; mm$ અને $2\; mm$ છે. તે બંનેને એક $\eta$ શ્યાનતાગુણાંક વાળા અને $0.1{\rho}_{2} $ ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?
એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.
$1$ પૉઈસિલ $=$ .......... પોઇસ.
વરસાદના ટીપાનું દળ $3.0\times10^{-5}\, kg$ અને સરેરાશ ટર્મિનલ વેગ $9\, m/s$ છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે $100\, cm$ વરસાદ મેળવતી $1\,m^2$ સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે?
$1\,mm$ ત્રિજ્યા અને $10.5\,g / cc$ ની ધનતા ધરાવતી ગોળીને $9.8$ પોઈઝ શ્યાનતા ગુણાંક અને $1.5\,g / cc$ ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ $3696 \times 10^{-x}\,N$ છે.તો $x$ નું મૂલ્ય કેટલું હશે ?
$( g =9.8\,m / s ^2$ આપેલું છે.)