${K_a}$ ના મૂલ્યની લાક્ષણિકતા અને ઉપયોગો લખો.
$\mathrm{K}_{a}$ ના મૂલ્યની લાક્ષણિક્તા અને ઉપયોગો નીચે પ્રમાણે છે :
$(i)$ જેમ $K_{a}$ નું મૂલ્ય વધારે તેમ તે એસિડ વધારે પ્રબળ હોય છે.
$(ii)$ $\mathrm{K}_{a}$ તે પરિમાણરહિત રાશિ છે.
$(iii)$ $\mathrm{K}_{a}$ ના મૂલ્ય ઉપરથી નિર્બળ ઍસિડમાં [ $\mathrm{H}^{+}$] અને પછી $\mathrm{pH}$ ગણી શકાય છે.
$(iv)$ $\mathrm{K}_{a}$ ના મૂલ્યથી એસિડનો આયનીકરણ અંશ આલ્ફા $\alpha$ ગણી શકાય છે.
$(v)$ $\mathrm{K}_{a}$ ઉપરથી $\mathrm{pK}_{\mathrm{a}}$ ગણી શકાય છે.
$\mathrm{pK}_{a}=-\log \left(\mathrm{K}_{\mathrm{a}}\right)$
જેમ $\mathrm{pK}_{a}$ નું મૂલ્ય વધારે તેમ ઑસિડની પ્રબળતા ઓછી.
$\mathrm{K}_{a}=1 \times 10^{-1}$ | $1 \times 10^{-2}$ | $1 \times 10^{-3}$ |
$\mathrm{pK}_{a}=1$ | $2$ | $3$ |
$A_xB_y$, નિર્બળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા માટે આપેલ વિયોજન અંશ...... થાય.
નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક ${K_a}$ નું સૂત્ર તારવો.
$25$ $mL$ $0.1$ $M$ $HCl$ ને $500$ $mL$ સુધી મંદન કરતાં બનતા મંદ દ્રાવણની $pH$ ગણો.
નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$
એક નિર્બળ એસિડ $HA$ નો $pK_{a}$ $4.80$ છે તથા એક નિર્બળ બેઇઝ $BOH$ $pK_{b}$ $4.78$ નો છે, તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે ?