જો $A$ સળિયાની લંબાઈ $3.25 \pm 0.01 \,cm$ અને $B$ સળિયાની લંબાઈ $4.19 \pm 0.01\, cm $ હોય તો સળિયા $B$ ની લંબાઈ સળિયા $A$ કરતાં કેટલી વધારે હશે?
$0.94 \pm 0.00 \,cm$
$0.94 \pm 0.01 \,cm$
$0.94 \pm 0.02 \,cm$
$0.94 \pm 0.005\, cm$
$0.2 0 ^oC $ લઘુત્તમ માપશકિતવાળા થર્મોમિટર વડે એક પદાર્થનું તાપમાન $37.8 ^oC$ મળે છે. તો ત્રુટિ સહિત તાપમાન ... રીતે દર્શાવાય તેમજ અવલોકનની પ્રતિશત ત્રુટિ ... મળે.
લાકડાના ટુકડાની લંબાઈ $l $ પહોળાઈ $b$ અને જાડાઈ $ t $ છે જે માપ પટ્ટીની મદદથી આપેલ છે. શક્ય ત્રુટિઓ સાથેનું પરિણામ $l= 15.12 \pm 0.01 \,cm$ , $b = 10.15 \pm 0.01 \,cm, t = 5.28 \pm 0.01 \,cm $ છે. કદમાં યોગ્ય સાર્થક આંકના સંદર્ભમાં પ્રતિશત ત્રુટિ........ $\%$ હશે .
અવરોધ $R_1 = 300 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 500 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય ?
એક સાર્વજનિક યોરસ બાગ, $(100 \pm 0.2) \,m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુ ની લંબાઈ ............. $m$ હશે?
સાદા લોલકનો આવર્તકાળ $ T = 2\pi \sqrt {\frac{l}{g}} $ હોય, જયાં $l=100\, cm$ અને તેમાં ખામી $1\,mm$ છે.આવર્તકાળ $2 \,sec$ છે.$100$ દોલનો માટેનો સમય $0.1 \,s$ લઘુતમ માપશકિત ધરાવતી ઘડિયાળ વડે માપવામાં આવે છે.તો ગુરુત્વપ્રવેગ $g$ માં પ્રતિશત ખામી ...... $\%$ થશે.