$\triangle$ $ABC$માં $B$ કાટખૂણો છે, $AB = 5$ સેમી અને $\angle ACB =30^{\circ}$  (જુઓ આકૃતિ). તો બાજુ $BC$ અને $AC$ની લંબાઈ શોધો.

1043-18

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બાજુ $BC$ની લંબાઈ શોધવા માટે આપણે બાજુ $BC$ અને બાજુ $AB$ ને સમાવતા  ત્રિકોણમિતીય ગુણોત્તર પસંદ કરીશું. અહીં, ખૂણા $C$ માટે બાજુ $BC$ પાસેની બાજુ છે તથા $AB$ ખૂણા $C$ ની સામેની બાજુ છે.

માટે, $\frac{ AB }{ BC }=\tan C$ એટલે કે 

$\frac{5}{ BC }=\tan 30^{\circ}=\frac{1}{\sqrt{3}}$

આથી, $BC =5 \sqrt{3}$ સેમી મળશે.

બાજુ $AC$ ની લંબાઈ શોધવા માટે આપણે $\sin 30^{\circ}=\frac{ AB }{ AC }$ લઈશું.

એટલે કે, $\frac{1}{2}=\frac{5}{ AC }$

$AC =10$ સેમી

જુઓ કે, ઉપર્યુક્ત ઉદાહરણમાં  ત્રીજી બાજુની લંબાઈ શોધવા માટે આપણે બીજા વિકલ્પ તરીકે પાયથાગોરસના પ્રમેયનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.

એટલે કે, $AC =\sqrt{ AB ^{2}+ BC ^{2}}=\sqrt{5^{2}+(5 \sqrt{3})^{2}} cm =10$ સેમી

Similar Questions

આકૃતિ માં,$\tan P-\cot R$ શોધો.

જો $4A$ એ લઘુકોણનું માપ હોય તથા $\sec 4 A =\operatorname{cosec}\left( A -20^{\circ}\right)$ હોય, તો $A$ ની કિંમત શોધો.

નીચેના વિધાનો સત્ય છે કે નહિ તે કારણ આપી જણાવો :

$(i)$ $\tan$ $A$ નું મૂલ્ય હંમેશાં $1$ કરતાં ઓછું હોય છે.

$(ii)$ $A$ માપવાળા કોઈક ખૂણા માટે $\sec A=\frac{12}{5}$ સત્ય છે.

$\frac{1+\tan ^{2} A}{1+\cot ^{2} A}=........$

કિંમત શોધો :

$\frac{5 \cos ^{2} 60^{\circ}+4 \sec ^{2} 30^{\circ}-\tan ^{2} 45^{\circ}}{\sin ^{2} 30^{\circ}+\cos ^{2} 30^{\circ}}$