ધારોકે $12$ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{9}{2}$ અને $4$ છે પછી એવું જોવામાં આવ્યું કે બે અવલોકનો $7$ અને $14$ ને બદલે અનુક્રમે $9$ અને $10$ ગણતરીમાં લેવામાં આવ્યા હતા. જો સાચુ વિયરણ $\frac{m}{n}$ હોય, જ્યાં $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય છે,તો $m + n =.........$

  • [JEE MAIN 2023]
  • A

    $316$

  • B

    $314$

  • C

    $317$

  • D

    $315$

Similar Questions

ધારોકે ગણ $A$ અને $B$ બન્ને માં $5$ ઘટકો છે.ધારોકે ગણ $A$ અને $B$ ના ધટકોના મધ્યક અનુક્રમે $5$ અને $8$ છે તથા ગણ $A$ અને $B$ ના ઘટકોનું વિચરણ અનુક્રમે $12$ અને $20$ છે.$A$ ના પ્રત્યેક ઘટકોમાંથી $3$ બાદ કરીને અને $B$ના પ્રત્યેક ઘટકોમાં $2$ ઉમેરીને $10$ ધટકોવાળો નવો ગણ $C$ બનાવવામાં આવે છે.તો $C$ ના ધટકોના મધ્યક અને વિચરણનો સરવાળો $.......$ છે.

  • [JEE MAIN 2023]

વીસ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે.પુનઃતપાસ કરતાં માલૂમ પડ્યું કે અવલોકન $8$ ખોટું છે. ખોટા અવલોકનને દૂર કરવામાં આવે તો સાચો મધ્યક અને સાચું પ્રમાણિત વિચલન શોધો.

ધારો કે $a_1, a_2, \ldots a_{10}$ એવા $10$ અવલોકનો છે કે જેથી $\sum_{k=1}^{10} a_k=50$ અને $\sum_{k < j} a_k \cdot a_j=1100$, તો $a_1, a_2, \ldots, a_{10}$ નું પ્રમાણિત વિચલન ....................છે.

  • [JEE MAIN 2024]

જો પાંચ અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{24}{5}$ અને $\frac{194}{25}$ હોય તથા પ્રથમ ચાર અવલોકનોનું મધ્યક $\frac{7}{2}$ હોય, તો પ્રથમ ચાર અવલોકનોનું વિચરણ......................થાય.

  • [JEE MAIN 2024]

 $40$ અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $30$ અને  $5$ છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો  $12$ અને $10$ ભૂલથી લેવાય ગયા છે . જો $\sigma$ એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો  $38 \sigma^{2}$ ની કિમંત $.........$ થાય.

  • [JEE MAIN 2022]