સમકેન્દ્રિય ગોળીય કવચ $A$ અને $B $ ની ત્રિજયાઓ $r_A$ અને $r_B(r_B>r_A)$ છે.તેના પર વિદ્યુતભાર $Q_A$ અને $-Q_B(|Q_B|>|Q_A|)$ છે.તો વિદ્યુતક્ષેત્ર વિરુધ્ધ અંતરનો નો આલેખ કેવો થાય?
પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં, $Ze$ વિદ્યુતભાર ધરાવતું ધન વિધુતભારિત બિંદુવતુ ન્યુક્લિયસ તેની આસપાસ $R$ ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિધુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મૉડેલ માટે ન્યુક્લિયસથી $r$ અંતરે વિધુતક્ષેત્ર કેટલું હશે ?
બે મોટી, પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરૂદ્ધ ચિહ્નો ધરાવતી અને $17.0\times 10^{-22}\; C/m^2$ મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠઘનતા છે. $(a)$ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં $(b)$ બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને $(c)$ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $E$ શોધો.
$R$ ત્રિજયાના ગોળાના કેન્દ્રથી અંતર નો વિદ્યુતક્ષેત્ર $E$ વિરુધ્ધનો આલેખ કેવો થાય?
$10\, cm$ ત્રિજ્યાનો એક ગોલીય વાહક સમાન રીતે વિતરિત $3.2 \times 10^{-7} \,C$ વિજભાર ધરાવે છે આ ગોળાના કેન્દ્રથી $15 \,cm$ અંતરે રહેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું માન શું હશે ?
$\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)$
આકૃતીમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઇથી પ્લેટોને મુકેલ છે તો $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર....