નીચેના પૈકી .......... વિકલ્પ માટે ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ થશે :
$A$ અને $B$ એ પરસ્પર નિ :શેષ છે
$P\left(A^{\prime} B^{\prime}\right)=[1-P(A)][1-P(B)]$
$P(A)=P(B)$
$P(A)+P(B)=1$
એક ખોખામાં $10$ કાળા રંગના અને $8$ લાલ રંગના દડા છે. તે ખોખામાંથી બે દડા યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તેમાંનો એક દડો કાળા રંગનો અને અન્ય લાલ રંગનો હોય તેની સંભાવના શોધો.
ત્રણ ઘટનાઓ $A , B$ અને $C$ ની સંભાવના અનુક્રમે $P ( A )=0.6, P ( B )=0.4$ અને $P ( C )=0.5$ આપેલ છે જો $P ( A \cup B )=0.8, P ( A \cap C )=0.3, P ( A \cap B \cap$ $C)=0.2, P(B \cap C)=\beta$ અને $P(A \cup B \cup C)=\alpha$ જ્યાં $0.85 \leq \alpha \leq 0.95,$ હોય તો $\beta$ ની કિમત ........ અંતરાલમાં રહે છે
આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય, તો $ P (A$ નહિ અને $B$ નહિ) શોધો.
નારંગીના ખોખામાંથી યાચ્છિક રીતે પુરવણી વગર ત્રણ નારંગી પસંદ કરીને તે ખોખાને તપાસવામાં આવે છે. જો તમામ ત્રણ નારંગીઓ સારી હોય, તો ખોખાના વેચાણ માટે સ્વીકાર કરાય છે, અન્યથા તેનો અસ્વીકાર કરવામાં આવે છે. જો ખોખામાં સમાવિષ્ટ $15$ નારંગી પૈકી $12$ સારી અને $3$ ખરાબ હોય, તો તેને વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના શોધો.
વિર્ધાર્થીંને પ્રથમ, દ્વિતીય કે તૃત્તીય ગ્રેડમાં પાસ થાય કે ઘટનાઓ $A, B$ અને $C$ ની સંભાવનાઓ અનક્રમે $1/10, 3/5$ અને $1/4$ હોય, તો તે નાપાસ (ચોથા ગ્રેડ) થાય તેની સંભાવના ……. છે.